Sunday, September 12, 2010

ગુજરાતી કલમ

ના ભાંગ ના ગાંજો ના ચરસ પીધી હતી
આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી



સુરજ સાખે દેતુ”તુ કોઈ ચાંદની ના સમને
મેં તમારી કસમ રાત દિવસ પીધી હતી


મારી દિવાનગીને કોઈ મજબૂરીનું નામ ના દે
મીરાંની જેમ થઈને શ્રધ્ધાવશ પીધી હતી.


ઈશ્વર વિશે એકદિ ઈશ્વરને પુછી બેઠો હતો
પીઠામાં બેસી સામસામે અરસપરસ પીધી હતી


“નારાજ”ની નારાજગીના કારણ રુપાળાં છે
એણે રાત ઉજાગર કરવા તમસ પીધી હતી.